એક વૃદ્ધ તીર્થયાત્રા કરવા ત્રણ વર્ષ માટે નીકળ્યો. ચારે દીકરાને બોલાવીને પોતાની ભેગી કરેલી મૂડી એમના હાથમાં સોંપી દીધી. કહ્યું પાછો આવીશ ત્યારે લઈ લઈશ જો પાછો ન ફરું તો એ તમારી. ચારેને સો સો રૂપિયા આપી દીધા.
એકે એમને સલામત રીતે રાખી દીધા. બીજાએ એ રૂપિયા વ્યાજે મૂકી દીધા. ત્રીજાએ મોજશોખમાં ઉડાવી દીધા. ચોથાએ વ્યવસાય કરવાનું શરૂ કર્યું.
ત્રણ વર્ષ પછી જ્યારે એ વૃદ્ધ પાછો ફર્યો ત્યારે મૂડી પાછી માગી. એકે જેવી હતી એવી પાછી આપી દીધી. બીજાએ વ્યાજ સાથે પાછી આપી. ત્રીજાએ ખર્ચાઈ ગયાની કથા સંભળાવી અને આપવાની અશક્તિ દર્શાવી. ચોથાએ વ્યવસાય કરીને ચાર ગણી મૂડી પાછી આપી.
બાપે ચોથાની સૌથી વધુ પ્રશંસા કરી અને તેને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો ત્યાર પછી એની બુદ્ધિની પ્રશંસા કરવામાં આવી જેણે વ્યાજ સાથે મૂડી પાછી આપી હતી.
વૃદ્ધે બધાંને સમજાવતાં કહ્યું, “રૂપિયા વ્યાજે મૂકવાથી અને ધંધામાં રોકવાથી એ વધી શકે છે એ બધાને ખબર છે. પણ એના માટે પ્રયાસ પુરુષાર્થ તો એ જ કરે છે જે પોતાના સ્વાર્થથી ઉપર ઊઠીને કૌટુંબિક જવાબદારીઓનું પાલન શીખે છે. કુટુંબમાં રહીને પણ આ ભાવ વિકસિત ન કરી શકતાં બુદ્ધિના ઉપયોગનો ઉમંગ નથી ઉભરાતો. તમારી આ જ પરીક્ષા લેવા માટે હું તીર્થયાત્રાએ ગયો હતો.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6