વિદૂરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પુત્રના મોહમાં પડીને વિવેકહીન ન બનો.અનીતિ ન અપનાવો.
દુર્યોધનને જાણવા મળ્યું કે કાકા વિદૂર પિતાજીને મારા વિરૂદ્ધમાં સમજાવી રહ્યા છે. આથી વિદૂરજીને દરબારમાં બોલાવીને અપમાનિત કર્યા. “તમે દાસીપુત્ર છો. મારું જ અન્ન ખાઇને મારી જ નિંદા કરો છો ?” દુર્યોધને કહ્યું.
વિદૂરજી જરાય ચલિત ન થયા. કહ્યું “બેટા ! હું શું છું તે તારા કરતાં વધારે સારી રીતે સમજુ છું. હું બાર વર્ષથી વનમાં શાક-પાંદડાં ખાઉ છું, તારું અનાજ નહી. તારા પિતાજી, મારા મોટાભાઇએ મને બોલાવીને મારો મત માગ્યો તેથી અનુભવના આધારે મને ઉચિત લાગ્યું તે સલાહ મેં આપી. જો તને ન ગમતું હોય તો પિતાજીને સલાહ આપ કે પરમાર્થના કાર્ય માટે મને ન બોલાવે.”
વિદૂરજી પોતાના તપ અને તેજથી દુર્યોધનનું અનિષ્ટ પણ કરી શકતા હતા. પણ તેઓ ન તો ઉત્તેજિત થયા કે ન વિચલિત.
તેમની આ અદ્દભૂત સહનશક્તિ તથા સંતુલિત ક્ષમતાની ચર્ચા કરતાં સૂતજી કહે છે, “જેણે લાંબા સમય સુધી શરીરને સાત્વિક પદાર્થો તથા અંત:કરણને સાત્વિક વિચારનો ખોરાક આપ્યો છે તેવા તપસ્વીમાં જ બ્રાહ્મણત્વનું તેજ વિકસે છે.”
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6