આ અધિકાર માત્ર નારદજીને જ હતો, કે તેઓ ભગવાન શ્રીકૃષ્ણના અંતઃપુર સુધી પ્રવેશ કરી જતા હતા. તેમને અટકાવવાની કોઈની હિંમત નહોતી.
એક વાર તેઓ આવી જ રીતે દ્વારકા પહોંચ્યા, તો ભગવાન ક્યાંય જોવા ન મળ્યા. નારદ સીધા રુક્મિણી પાસે ગયા અને પૂછ્યું – “આજે યજમાનનાં દર્શન થતાં નથી, તેઓ ક્યાં ગયા છે ?” રુક્મિણીએ પૂજાગૃહ તરફ સંકેત કરતાં કહ્યું – “ત્યાં બેસીને તેઓ જપ કરી રહ્યા છે.”
નારદને ખૂબ આશ્ચર્ય થયું, તેઓ પૂજાગૃહમાં પહોચ્યા અને જોયું તો ભગવાન ખરેખર ધ્યાનમાં બેઠા હતા. નારદનાં પગલાંનો અવાજ સાંભળીને તેમણે આંખો ખોલી અને હસીને તેમનું સ્વાગત કર્યું.
નારદે આશ્ચર્ય સાથે પૂછ્યું – “ હે ભગવાન ! આપ કોનું ધ્યાન કરો છો ?’ ભગવાન કૃષ્ણે ગંભીર થઈને જવાબ આપ્યો – “ હે નારદ ! જે મારું ધ્યાન કરે છે, તેનું મારે પણ ધ્યાન કરવું પડે છે.’
ભગવાન પણ પોતાના ભક્તોનું ભજન કરે છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6