મિત્રો ! જો આપને ક્યારેય ભગવાનનો ખજાનો જોવાનો મોકો મળે તો આપ એ શોધ કરજો કે સૌથી શ્રેષ્ઠ ચીજ પ્રાણીઓને આપવા માટે તેમની પાસે કઈ હોઈ શકતી હતી ? ક્યારે આપને એક જ વાત જાણવા મળશે કે ભગવાન પાસે સૌથી કીમતી દોલત, સૌથી કીમતી ભેટ, સૌથી કીમતી સંપદા જો કોઈ હોય તો તે છે – મનુષ્યની જિંદગી.
મનુષ્યની જિંદગી જેને મળી ગઈ, તેણે સમજવું જોઈએ કે ભગવાનનો અનુગ્રહ પૂર્ણ થઈ ગયો. આનાથી વધારે આપવા માટે ભગવાન પાસે એવી કોઈ ચીજ નથી જે કોઈ પ્રાણીને આપે અને તેને ન્યાલ કરી દે. આપ ન્યાલ થઈ ગયા છો, એ વાત આપ સમજો.
કલ્પના કરો કે મૃત્યુ આવી ગયું અને આપના હાથમાંથી જિંદગી છીનવી લેવા આવી. છિનવાયેલી જિંદગી પર આપ ધ્યાન આપો કે તે કેટલી કીમતી હતી જે હવે આપને બીજી વાર મળવાની નથી, હવે આપે બીજી યોનિઓમાં જવાનું છે. ગધેડામાં જવાનું છે, ઘોડામાં જવાનું છે, વાંદરામાં જવાનું છે, કબૂતરમાં જવાનું છે અને ચકલી, દેડકો વગેરેમાં જવાનું છે.
આપ જરા અંદાજ લગાવો કે આપના હાથમાં કેટલો મોટો મોકો મળેલો હતો જેને આપે ગુમાવી દીધો.
- પં. શ્રીરામ શર્મા આચાર્ય
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6