106
મહાદેવ ગોવિંદ રાનડેએ રેલવેમાં કલકત્તાથી પૂના જતી વખતે બંગાળી અખબારપત્ર ખરીદ્યું. આ બાબત પર તેમની પત્નીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું. તમે બંગાળી જાણતા નથી તો પછી આ અખબાર કેમ ખરીદ્યું ?
રાનડેએ કહ્યું કે બે દિવસની મુસાફરીમાં તેને સરળતાથી શીખી લઈશ. તેમણે સંપૂર્ણ મનોયોગપૂર્વક બંગલા લિપિ અને તેની શબ્દ ગૂંથણી પર ધ્યાન આપ્યું અને પૂના પહોંચીને તેમણે પોતાની પત્નીને સંપૂર્ણ અખબાર વાંચી સંભળાવ્યું. ૬૦ વર્ષના યુવાનની આવી મનોયોગ સાધના હતી.
ઉંમરથી શી લેવાદેવા ? ઉંમરની અંતિમ ક્ષણ સુધી શીખવાની તમન્ના અને નવું જાણવાની જિજ્ઞાસા મુખ્ય છે.
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6