મહાન આત્માઓનું મિલન અદ્ભુત હોય છે. ગુરુદેવથી ઉમરમાં ૨૫ વર્ષ મોટા મહાત્મા આનંદ સ્વામી શાંતિકુંજ પધાર્યા હતા.
એક તો સંન્યાસી, બીજુ ઉંમરમાં મોટા, ત્રીજું ગાઢ આત્મીય. શિષ્ટતાની પ્રતિમૂર્તિ ગુરુજી એમને માળા પહેરાવવા માટે આગળ વધ્યા, પરંતુ કોણ કોને પહેરાવે ? પ્રેમભરી રકઝક શરૂ થઈ ગઈ. ગુરુદેવ હસતાં-હસતાં બોલ્યા-આપ સંન્યાસી છો, ઉમરમાં પણ મારાથી ૨૫ વર્ષ મોટા છો, તેથી હું માળા પહેરાવીશ.
ઠીંગણા કદના સુડોળ શરીરવાળા મહાત્માજીએ બધા જ તર્કોના જવાબમાં એક વાત કહી- આ મારી શ્રદ્ધાનો પ્રશ્ન છે. આપ ભલે બીજાંથી પોતાની જાતને છુપાવતા હોય, પરંતુ મારાથી નહિ છુપાવી શકો. પછી હસતાં-હસતાં બોલ્યા – મને મોટો ગણતા હોય તો મારો એક આદેશ માનો-માથુ નમાવો. કદમાં નાના હોવાના કારણે માળા પહેરાવવામાં એમને મુશ્કેલી પડતી હતી. છેવટે પૂજ્ય ગુરુદેવને એમના પ્રેમવશ ઝૂકવું પડયું. એમણે હસતાં-હસતાં ગુરુદેવના ગળામાં માળા પહેરાવી દીધી.
“મુની રધુવીર પરસ્પર નહિ” ગોસ્વામીજીની આ ઉક્તિને જેણે ચરિતાર્થ થતી જોઈ, ધન્ય થઈ ગયો.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6