Home year1996 માટીનો ભાર

માટીનો ભાર

by Akhand Jyoti Magazine

Loading

ગામના જમીનદારે વિધવા વૃદ્ધાનું ખેતર બળજબરીથી પડાવી લીધું. વૃદ્ધાએ ગામના બધા લોકો પાસે આ અત્યાચારથી બચાવવાની વિનંતી કરી, પરંતુ જમીનદારની સામે જઈને તેની રજૂઆત કરવાની કોઈની હિંમત ન હતી. દુઃખી વૃદ્ધાએ સ્વયં સાહસ કરીને જમીનદાર પાસે જઈને કહ્યું કે, ખેતર પાછું ન આપો તો કંઈ નહીં, પરંતુ તેમાંથી એક ટોપલી માટી ખોદી લેવા દો, જેથી કંઈક તો મળ્યાનો સંતોષ થઈ જાય. જમીનદારે પરવાનગી આપી અને વૃદ્ધાને ખેતરમાં સાથે લઈને ગયો. તેણે રડતાં જઈને એક મોટી ટોપલી માટીથી ભરી લીધી અને કહ્યું તેને ઉપડાવીને મારા માથા પર મૂકાવી દો.

ટોપલી ઘણી ભારે થઈ ગઈ હતી. જમીનદારે અકડાઈને કહ્યું, “વૃદ્ધા, આટલી બધી માટી માથા પર મૂકીશ તો દબાઈને મરી જઈશ” વૃદ્ધાએ વળતો જવાબ આપ્યો, “જો આટલી સરખી માટીથી હું દબાઈને મરી જઈશ તો તું સંપૂર્ણ ખેતરની માટી લઈને કેવી રીતે જીવતો રહીશ.”

જમીનદારે કંઈક વિચાર કર્યો, તેનું માથું શરમથી નમી ગયું અને વૃદ્ધાને ખેતર પાછું આપી દીધું.

યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૯૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like