“બેટા, લે આ બે ટુકડા મીઠાઈના છે. એમાંથી આ નાનો ટુકડો તારા સાથીને આપજે.
“સારું મા. અને એ બાળક બંને ટુકડા લઈને બહાર ગયો પોતાના સાથી પાસે. સાથીને મીઠાઈનો મોટો ટુકડો આપીને પોતે નાનો ટુકડો ખાવા લાગ્યો. મા આ બધું બારીમાંથી જોઈ રહી હતી. તેણે બૂમ પાડીને બાળકને બોલાવ્યો.
“કેમ રે ! મેં તને મોટો ટુકડો તને ખાવાનું અને નાનો ટુકડો સાથીને આપવાનું કહ્યું હતું, પણ તેં નાનો ટુકડો ખાઈને મોટો તેને કેમ આપ્યો ?”
બાળક સાહજિક રીતે બોલ્યો, “મા ! બીજાને વધુ આપવામાં અને પોતાના માટે ઓછામાં ઓછું લેવામાં જ મને વધુ આનંદ આવે છે.”
મા ગંભીર બની ગઈ. બહુવાર સુધી વિચાર કરતી રહી – બાળકની ઉદારભાવનાઓ વિશે. ખરેખર આ જ માનવીય આદર્શ છે અને આમાં જ વિશ્વશાંતિની તમામ સંભાવનાઓ સમાયેલી છે. મનુષ્ય પોતાના માટે ઓછું ઈચ્છે અને બીજાને વધારે આપવાનો પ્રયત્ન કરે તો સમસ્ત સંઘર્ષો પૂરા થઈને સ્નેહ સૌજન્યની સ્વર્ગીય પરિસ્થિતિ સહેજે ઉત્પન્ન થઈ શકે છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6