66
એક રાજાને પોતાના સૌંદર્ય અને સંપત્તિ પર બહુ ગર્વ હતો.
એક દિવસ તેમના દરબારમાં એક સાધુ આવ્યા. રાજાએ અભિમાનથી તેમને પૂછ્યું કે તમારે શું જોઈએ છે ? સાધુ મલકાઈને બોલ્યા – રાજન્ ! તમારી પાસે તમારું પોતાનું શું છે, જે તમે મને આપી શકો ? તમને જે સૌંદર્ય મળ્યું છે તે તમારા માતા-પિતાનું છે. તમારા ભંડારનું ધાન્ય ધરતી માતાનું દીધેલું છે. રાજપાટ પ્રજાએ તમને આપ્યાં છે. તમારા શરીરમાં જે પ્રાણ છે, તે પ્રકૃતિએ તમને આપ્યા છે. શરીર છૂટતાં જ આ બધું છૂટી જશે.
સાધુની આ વાતથી રાજાનો અહંકાર દૂર થયો.
યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6