એક વૃદ્ધ માણસ યુવાનોને ઝાડ પર ચઢતાં-ઉતરતાં શીખવતો હતો. યુવાનો તેની પાસેથી ઊંચાં વૃક્ષો ઉપર ચઢવા અને ઉતરવાની કળા શીખતા હતા.
એક યુવાન તેની પાસે એવી કળા શીખવા આવ્યો. વૃદ્ધે કહ્યું – “વૃક્ષ ઉપર ચઢવા-ઉતરવામાં ખૂબ સાવયેતી રાખવી પડે છે.” યુવાન બોલ્યો, “એમાં શું નવું છે ? એ તો બધાયને ખબર છે.” એમ કહીને જોતજોતામાં તે વૃક્ષની ટોચ સુધી ચઢી ગયો. વૃદ્ધ તે જોતો રહ્યો અને તેને હિંમત આપતો રહ્યો. પછી જ્યારે તે ઉતરવા લાગ્યો ત્યારે વૃદ્ધ ચૂપ રહો. યુવાન સંભાળપૂર્વક ધીમે ધીમે ઊતરી રહ્યો હતો. જ્યારે તે પોણાભાગ સુધી ઊતરી આવ્યો ત્યારે વૃદ્ધ બોલ્યો – “બેટા જરા સાચવીને ઉતરજે, બેદરકારી કે ઉતાવળ ના કરીશ. યુવાનને નવાઈ લાગી કે, જ્યારે તે ટોચથી ઉતરતો હતો, ત્યાં સુધી વૃદ્ધ ચૂપ રહ્યો અને જ્યારે થોડુક જ ઉતરવાનું બાકી છે ત્યારે મને સાવધાન રહેવાની સૂચના શા માટે આપે છે ?
વૃદ્ધ બોલ્યો – “જ્યારે તું ઉપરથી ઉતરતો હતો ત્યારે તો તું તારી મેળે જ સાચવીને ઉતરતો હતો. પરંતુ મોટેભાગે લોકો લક્ષ્યની નજીક પહોંચીને જ બેદરકાર કે અસાવધ (ગાફેલ) બની જતા હોય છે. એટલા માટે જ મેં તને યોગ્ય સમયે સાવધાન કર્યો હતો.
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6