મિત્રો ! હું આપને કહી રહ્યો હતો કે ઉપાસનાનો અર્થ એ છે કે આપણે થોડા દિવસ માટે આપણી વાણી પર નિયંત્રણ કરીએ. આપણી વાણી જે વાહિયાત વચન બોલતી રહે છે, સાંસારિક વચન બોલતી રહે છે, એ સાંસારિક વચન બોલવાથી વાણીને થોડી વાર માટે રોકી દો અને આંતરિક વચન બોલવાનું શરૂ કરી દો. આંતિરક વાણી બોલવાનું શરૂ કરી દો, જેથી તેનો આધ્યાત્મિક ઉપચાર થવાનું શરૂ થઈ જાય. અત્યારે તો તે બહિર્મુખી ધારાપ્રવાહમાં વહેતી જઈ રહી છે. બધેબધાં વચન, વાર્તાલાપ – આ કરવાનું છે, તે કરવાનું છે, કેવળ એ જ રહે છે.
એટલા માટે વાણીને થોડોક વિરામ પણ આપવો જોઈએ, વિશ્રામ પણ આપવો જોઈએ. આ શું છે ? આપને હું આ વાણીના તપની વાત કહી રહ્યો હતો. બોલવામાં વાણીની કેટલી શક્તિ ખર્ચાઈ જાય છે, આપને ખબર છે ? ન બોલવામાં કેટલી શક્તિ જળવાય છે, તેની આપને ખબર જ નથી.
મૌન રહેવું પણ અધ્યાત્મનું એક ચિહ્ન છે અને વાણીનું તપ છે.
• પં. શ્રીરામ શર્મા આચાર્ય
યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6