એડીસન મહાન વૈજ્ઞાનિક બન્યા. ગરીબ માના પુત્ર હતા, પરંતુ બાળપણથી જ વૈજ્ઞાનિક બનવાની વાત કર્યા કરતા હતા. માએ વિચાર્યું, આને કોઈ વૈજ્ઞાનિક પાસે મૂકું તો તેના મનનું સમાધાન થઈ જાય. વિજ્ઞાન ભણાવવાની શક્તિ તો તેનામાં ન હતી.
તે એડીસનને એક વૈજ્ઞાનિક પાસે લઈ ગઈ. વૈજ્ઞાનિકે એડીસનને એક સાવરણી આપીને પોતાની પ્રયોગશાળાની સફાઈ કરવાનું કહ્યું. એડીસને બધું કામ ખૂબ વ્યવસ્થિત રીતે કર્યું. કયાંય ખૂણેખાંચરે ગંદકી ન રહી અને દરેક ચીજ સાફસૂફ કરીને યથાસ્થાને મૂકી દીધી.
વૈજ્ઞાનિકે આ બધું જોઈને કહ્યું, આ બાળકમાં વૈજ્ઞાનિક બનવાના ગુણ છે. આને મારી પાસે મૂકી જાવ. એ જરૂર વૈજ્ઞાનિક બની જશે. સફાઈ અને વ્યવસ્થાથી મનુષ્યના વ્યક્તિત્વના વિકાસની ક્ષમતા વધે છે અને તેનાથી જ તેના સ્તરની ખબર પણ પડી જાય છે.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6