કુરુક્ષેત્રમાં ભવ્ય મેળાનું આયોજન હતું. ભગવાન કૃષ્ણ દ્વારિકાવાસીઓની સાથે મેળામાં આવ્યા હતા. દેવર્ષિ નારદ ભગવતદર્શનને માટે ધરાધામ પર પધાર્યા અને શ્રીકૃષ્ણની પટરાણીઓને કહ્યું-તીર્થમાં આપવામાં આવેલ દાન અક્ષય થઈને શાશ્વતરૂપમાં પ્રાપ્ત થઈ જાય છે.
સત્યભામાને વાત સમજમાં આવી ગઈ. તેમણે વિચાર્યું ભગવાન શ્રીકૃષ્ણથી પ્રિય કશું જ નથી. તે જ અક્ષય થઈને અમને પ્રાપ્ત થઈ એનાથી મોટી વાત કઈ હોઈ શકે છે. પરંતુ જે પ્રિય છે તેને દાનમાં કેવી રીતે આપી શકાય? જિજ્ઞાસા વ્યક્ત કરતાં દેવર્ષિ બોલ્યા- તેનું મૂલ્ય ચૂકવીને તેને પાછું લઈ જઈ શકાય છે.
અભિમાની સત્યભામાએ કહ્યું. “અમે શ્રીકૃષ્ણને દાનમાં આપીને બરોબરનું મૂલ્ય ચૂકવીને તેમને પાછા લઈ લઈશું અને જન્મજન્માંતરોના તેમના સાથી બની જઈશું.”
દાન કરી દેવામાં આવ્યું. અખિલ બ્રહ્માંડનાયક શ્રીકૃષ્ણ એક પલ્લામાં, બીજામાં હીરા, ચાંદી, ઝવેરાત રાખી દેવામાં આવ્યું. પલ્લાં જેમનાં તેમ રહ્યાં. દેવર્ષિએ કહ્યું- “તમે સંકલ્પ કરતા જાવ, રાખતા જાવ. બધા ત્યાં હાજર હતા. યુધિષ્ઠિરે ઈંદ્રપ્રસ્થનું રાજ્ય, ઉગ્રસેને પોતાનું રાજ્ય સંકલ્પિત કરી મૂકયું. પલડાં જેમના તેમ રહ્યાં.
શ્રી બલરામજીની માતા વાસુદેવની બીજી પત્ની રોહિણી ત્યાં હતી. તે બોલી – “અહીંયાં નંદબાબાનો શિબિર લાગ્યો છે. કનૈયો વેચાશે તો ભક્તિના ભાવે જ. આ ધન ફક્ત વ્રજના લોકોની પાસે છે. બધા ત્યાં ગયાં. રાધિકાજીને અનુરોધ કર્યો. તેમણે સહાયતાનું આશ્વાસન આપ્યું. બધા જ મુકુટ,સંકલ્પાદિ ઉતારી લેવામાં આવ્યા. રાધાજીએ ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ એક તુલસીપત્ર પલ્લામાં મૂકી દીધું. મૂકતાંની સાથે જ શ્રીકૃષ્ણ ઉપર અને તુલસીપત્રવાળું પલ્લું ભારે થઈને નીચું થઈ ગયું.
ભક્તિનો મહિમા જોઈને દરેક ઉપસ્થિત જન ધન્ય થઈ ગયાં. “રાધાજીની ભક્તિ સામે બધાં જ ઐશ્વર્ય બે કોડીનાં છે.” એવું બોલીને સત્યભામાના અભિમાનના ચૂરા કરી દેવર્ષિ તે તુલસીપત્ર રૂપી પ્રસાદ લઈને સંકીર્તન કરતા પ્રસ્થાન કરી ગયા. ધન્ય છે ! વ્રજ અને તેની ભક્તિને !!
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6