સંત એકનાથ જે રસ્તા પરથી સ્નાન કરવા જતા હતા, ત્યાં એક ઉદ્દંડ વ્યક્તિનું ઘર હતું. અગાશી પર ઊભો રહીને તે દરરોજ જોતો રહેતો. જેવા સંત એકનાથ ત્યાંથી નીકળતા કે ઉપરથી કચરો નીચે ફેંકીને તેમને ગંદા કરી નાંખતાં. તેમને બીજી વાર નહાવા માટે મજબૂર કરવામાં તેને બહુ મજા આવતી.
આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા. ત્યારપછી અચાનક પરિવર્તન આવ્યું. કચરો ફેંકાતો બંધ થઈ ગયો. સંત એકનાથને ચિંતા થઈ. તેમણે આમતેમ પૂછપૂરછ કરી તો ખબર પડી કે તે ઉદ્દંડ વ્યક્તિ બીમાર છે.
સંત એકનાથ તે વ્યક્તિની પાસે ગયા અને કહ્યું, “મિત્ર ! તમે મારું દરરોજ ધ્યાન રાખતા હતા, હવે મારો વારો છે કે બીમારીના કઠિન સમયમાં હું તમારું ધ્યાન રાખું.” જ્યાં સુધી તે વ્યક્તિ સંપૂર્ણપણે રોગમુક્ત ન થઈ ગઈ, ત્યાં સુધી તેઓ દરરોજ તેને મદદ કરતા અને જરૂરી સામાન આપતા.
સહનશીલ વ્યક્તિ પોતાનું સંતુલન ખાતી નથી.
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6