Home year1997 સંસ્કારોનું સિંચન

સંસ્કારોનું સિંચન

by Akhand Jyoti Magazine

Loading

ખેતરમાં બીજ રોપતી વખતે આપણે જોયું હશે કે નાનું સરખું બીજ ખેતરમાં લગાવી દઈએ છીએ, નાનો સરખો છોડ ખેતરમાં લગાવી દઈએ છીએ તો તેની શરૂઆત ખૂબ જ નાની લાગે છે, પરંતુ જ્યારે વિકસિત થઈ તેનો પાક ઉતરે છે ત્યારે ઢગલાબંધ અનાજ પેદા થતું જોઈ શકાય છે. આપે મકાઈનો અને ડાંગર વગેરેનો છોડ ઊગતો જોયો હશે તે કેટલો નાનો સરખો હોય છે. પરંતુ તેનું પરિણામ આપણને ઘણું મોટું મળે છે. બગીચો બનાવતી વખતે નાની સરખી ડાળીઓ વાવવામાં આવે છે, પરંતુ જ્યારે તે બગીચો લીલોછમ બની વિકસિત થાય છે ત્યારે જે તે કોઈ સમયે કરેલું નાનું સરખું કામ કેવું મોટું ફ્ળ આપતું જોઈ શકાય છે.

અમે અમારા જીવનમાં હંમેશાં એવાં જ કાર્યો કર્યાં છે. ઊંચા ઉદ્દેશ માટે કરેલી નાની સરખી શરૂઆતનું વિશાળ અને વિરાટ પરિણામ આપણી સામે આવતું જોઈ શકાય છે.
નાની ઉંમરના બાળકો જ તે આધાર છે કે જેના પર સંસ્કારોનું આરોપણ કરી શકાય છે. કાચી લાકડી કે સોટીને વાળી શકાય છે, પાકી લાકડીને વાળવી મુશ્કેલ છે, તોડી નાખવી આસાન છે. નાની ઉંમરમાં જો ધ્યાન રાખવામાં આવે તો બાળકોને મહાપુરુષ બનાવી શકાય છે.
રામચંદ્રજી અને લક્ષ્મણજીને વિશ્વામિત્રજી નાની ઉંમરમાં જ લઈ ગયા હતા અને તેમને બલા-અતિબલા વિદ્યા શીખવીને મહામાનવ બનાવી દીધા હતા. સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ નાની ઉંમરમાં જ ગયા હતા, પરંતુ ત્યાંથી મહામાનવ બનીને આવ્યા હતા. લવ અને કુશનું શિક્ષણ પણ ત્યારે જ થઈ શક્યું હતું કે જ્યારે તેઓ બાલ્યાવસ્થામાં હતા. નાની ઉંમરનું ઘણું બધું મહત્ત્વ છે. મોટી ઉંમરે જો આ બધાને શિક્ષણ આપવામાં આવ્યું હોત તો કદાચ આટલું મોટું પરિણામ ન મળી શકત.
જેટલું ઊંચા સ્તરનું શિક્ષણ નાની ઉંમરમાં શીખવવામાં આવે છે તેટલું ઉચ્ચશિક્ષણ મોટા થયા પછી તેટલા પ્રમાણમાં શક્ય નથી.

યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૯૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like