109
સફળ વ્યકિતત્વને ઘડવા- સંવારવા માટે સાત દિવ્ય સૂત્ર છે. આ સૂત્ર જો જીવનમાં શાસ્ત્ર બનીને રચી શકાય તો વ્યકિતત્વ ચમકી ઊઠે છે. વ્યકિતત્વ નિર્માણનાં આ સાત સોનેરી સૂત્ર છે.
(૧) પ્રોએકિટવ થવું એટલે પોતાની જવાબદારી પોતે જ ઉઠાવવી,
(૨) સ્થિરચિત્તે યોજના બનાવવી,
(૩) પ્રાથમિકતાના આધારે કાર્યનું નિર્ધારણ કરવું,
(૪) વિજેતાની જેમ વિચારવું,
(૫) અન્યને સાંભળવાની સમજદારી વિકસાવવી,
(૬) યોગ્ય તાલમેલ કરવો તથા
(૭) હમેશાં નવું કરવાનું વિચારવું.
સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/DXVpvufZ1rMG6weuxRoIvJ