સતત મંત્ર જપ કરવાથી સાધકના ખરાબ સંસ્કારો નાશ પામે છે અને નવા કલ્યાણકારી સંસ્કારો ઉત્પન્ન થાય છે. સંસ્કારોના આધારે અંતઃકરણનું નિર્માણ થાય છે. અંતઃકરણ ઉચ્ચ સ્થિતિએ પહોંચતાં સુખશાંતિના બધા ભંડારો ખુલી જાય છે.
વાસ્તવમાં મંત્ર એ અંતઃકરણને ઉચ્ચ સ્થિતિમાં લાવનાર ગુપ્ત મનોવૈજ્ઞાનિક પ્રયોગ છે. સુખશાંતિનો વાસ કોઈ વસ્તુમાં હોતો નથી કે નથી તેમની પોતાની કોઈ સ્થિતિમાં. વાસ્તવમાં તે મનુષ્યના પોતાના વિચારોની દેન છે. સુખ, દુઃખ, પ્રગતિ, અધોગતિનો આધાર મનુષ્યની શુભ અશુભ મનસ્થિતિ પર રહે છે. વિચારસાધના અનુરૂપ જ તેની રચના થાય છે.
ગાયત્રીમંત્રની સાધનાનું રહસ્ય પણ આવું જ છે. આ મંત્રનો જપ કરનારા મોટેભાગે તેજસ્વી, ધનવાન અને જ્ઞાનવાન દેખાય છે, કારણ કે આ મંત્રના માધ્યમથી સવિતાનારાયણની ઉપાસનાની સાથેસાથે સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનપ્રેરક વિચારોની સાધના કરવામાં આવે છે. મનુષ્ય જીવનમાં જે કંઈ મેળવે છે કે ગુમાવે છે તેનાં કારણો ભલે બીજાં મનાતાં હોય પણ વાસ્તવમાં તેનું મૂળ કારણ મનુષ્યના પોતાના વિચારો હોય છે. જેને કારણે તે જાણે અજાણ્યે પ્રત્યક્ષ કે પરોક્ષ મનમાં ચિંતન અને મનન કરતો હોય છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6