લાલ બહાદુર શાસ્ત્રી ત્યારે કેન્દ્રમાં ગૃહમંત્રી હતા. તેમનાનિવાસસ્થાનનો એક દરવાજો જનપથ બાજુ હતો, બીજો અકબર માર્ગ તરફ.
એક વખત બે શ્રમજીવી મહિલાઓ માથે ઘાસની ગંજી મૂકીને એ માર્ગથી નીકળી, તો ચોકીદારે તેમને ધમકાવવાનું શરૂ કરી દીધું. તે વખતે શાસ્ત્રીજી વરંડામાં બેસીને વહીવટી કામકાજ કરી રહ્યા હતા. એમણે સાંભળ્યું ને બહાર આવી છું થયું એમ પૂછવા લાગ્યા. ચોકીદારે સઘળી વાત કહી. શાસ્ત્રીજીએ કહ્યું, તમને દેખાતું નથી કે એમના માથા પર કેટલું વજન છે ? જો તે નજીકના માર્ગે જવા ઈચ્છતાં હોય તો તમને શું વાંધો છે ? જવા કેમ નથી દેતા ?
જ્યાં સહૃદયતા હોય, બીજાં પ્રત્યે સમ્માનભાવ હોય ત્યાં તમામ ઔપચારિકતાઓને એક કોર રાખીને, જે કર્તવ્યની સીમામાં આવતું હોય એ જ કરવું જોઈએ.
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6