ધાર્મિક્તાનો અર્થ થાય છે કર્તવ્યપરાયણતા અને કર્તવ્યોનું પાલન. કર્તવ્ય, કર્મ અને ધર્મ લગભગ એક જ બાબત છે.
મનુષ્ય અને પશુમાં માત્ર એટલો જ તફાવત છે કે પશુ કોઈ મર્યાદામાં બંધાયેલો નથી. મનુષ્યની ઉપર હજારો મર્યાદાઓ અને નૈતિકતા નાં બંધનો બાંધવામા આવ્યાં છે અને અનેક જવાબદારીઓનો ભાર તેના પર લાદવામાં આવ્યો છે. જવાબદારીઓ અને કર્તવ્યોને પૂરાં કરવા તે મનુષ્યનું જ કર્તવ્ય છે.
શરીર પ્રત્યે આપણું કર્તવ્ય એ છે કે આપણે શરીરને નીરોગી રાખીએ. મગજ પ્રતિ આપણું કર્તવ્ય એ છે કે તેને સદ્દગુણી બનાવીએ. દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે આપણું કર્તવ્ય છે કે તેઓને ઊંચા ઉઠાવવા માટે, આગળ લાવવા કે તેઓની પ્રગતિ માટે પૂરેપૂર ધ્યાન રાખવામાં આવે. લોભ અને મોહના ભરડામાંથી આપણી જાતને છોડાવીને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરવો એ પણ આપણું કર્તવ્ય છે.
ભગવાને આપણને જે ઉદેશ્યથી જે કામ માટે આ મનુષ્ય યોનિમાં જન્મ આપ્યો છે, જે કામને પૂર્ણ કરવા આપણને સંસારમાં મોકલ્ચા છે, તે કાર્યને સફળ કરવું એ આપણું પવિત્ર કર્તવ્ય છે. આ બધાયે કર્તવ્યને જો આપણે યોગ્ય રીતે પૂરાં નહીં કરી શકીએ તો આપણે ધાર્મિક કેવી રીતે કહેવાઈશું ?
યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6