Home year2015 સાચો ધર્મ

સાચો ધર્મ

by Akhand Jyoti Magazine

Loading

મે ૧૯૫૮ની એક સવારની ઘટના છે. ભગવાં વસ્ત્રો ધારણ કરેલી એક જર્મન મહિલા સંત વિનોબાને મળવા આવી. તેણે વિનોબાજીને કહ્યું – આપ જો એકાંત સાધના કરતા હોત તો આપને આ જન્મમાં જ ઈશ્વર સાક્ષાત્કાર થઈ જાત, તો પછી આપે સમાજસેવાનો માર્ગ શા માટે અપનાવ્યો ?

વિનોબાજીએ ઉત્તર આપ્યો – બહેન ! આજની પરિસ્થિતિઓને જોઈને શું આપ નથી સમજતાં કે લોકો ધર્મના નામે મંદિરો – મસ્જિદોમાં ઉપાસનાની દુહાઈ આપીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ભગવાનની આરાધના ઉપાસના સ્થળો સુધી જ સીમિત શા માટે રહે ? મનુષ્ય પરમાત્માનો વરિષ્ઠ રાજકુમાર છે અને આજે જ્યારે તે પતિત અને ધર્મચ્યુત થવા લાગ્યો છે તો તેના પુત્રોને સાચો માર્ગ બતાવવાથી વધીને ધર્મનું કાર્ય બીજું શું હોઈ શકે?

સંત વિનોબાનું કથન એ સંન્યાસિનીને સમજાઈ ગયું. તેણે પોતાનાં ભગવાં વસ્ત્રોનો ત્યાગ કર્યો અને વિનોબાજી સાથે સમાજસેવાના ક્ષેત્રમાં કૂદી પડ્યાં અને આજીવન મુંબઈના ગંદા વસવાટો તથા આસપાસનાં ગામોમાં સમાજસુધારાનું કાર્ય કરતાં રહ્યાં. પોતાના દેશનો ત્યાગ કરીને ભારતમાં સાધનાત્મક જીવન વિતાવવા આવનાર એ જર્મન મહિલાનું નામ લ્યૂસિયેન હતું, પછીથી તેમનું નામ બદલીને વિનોબાજીએ હેમાબહેન નામ રાખ્યું હતું. આજે સમાજને આવી જ જાગરૂક મહિલાઓની આવશ્યકતા છે.

યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૫

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like