Home year1998 સુખી ગૃહસ્થજીવનની સમજણ

સુખી ગૃહસ્થજીવનની સમજણ

by Akhand Jyoti Magazine

Loading

મહારાણી વિકટોરિયાના જીવનતો એક બહુ મામિર્ક પ્રસંગ છે. એક દિવસ પોતાના પતિ આલ્બર્ટની કોઈક વાત ઉપર ગુસ્સે થઈને તેમણે સંભળાવી દીધું, “મહારાણી હું છું.” મહારાણીના આવા અહંકારને કારણે આલ્બર્ટનું પુરુષસહજ સ્વાભિમાન ઘવાયું. એટલે તે ત્યાંથી ઊઠીને એમના આરામખંડમાં જઈને સૂઈ ગયા. તેમણે બારણું અંદરથી વાસી દીધું. મહારાણીના ટોણાને લીધે તેમને ખૂબ માઠું લાગ્યું હતું.

મહારાણી પોતાના પતિની લાગણી સમજી ગઈ. તેણે આરામખંડ પાસે જઈને બારણુ ખખડાવ્યું. આલ્બર્ટે પૂછ્યું – ‘કોણ છે ?’ મહારાણીએ સતાવાહી સ્વરમાં કહ્યું, “મહારાણી વિક્ટોરિયા”, જવાબ સાંભળીને આલ્બર્ટ કશું બોલ્યા નહીં. તેમણે બારણું ઉઘાડવાનું તો દૂર રહ્યું પણ કશો જવાબ પણ ના આપ્યો.

ત્યારે છેક મહારાણીને પોતાની ભૂલ સમજાઈ. તેમણે ફરીથી બારણું ખખડાવ્યું. આલ્બર્ટે ફરીથી પૂછ્યું – ‘કોણ ?’ આ વખતે મહારાણીએ નરમ સ્વરમાં જવાબ આપ્યો, “તમારી પ્રેમાળ પત્ની.” આલ્બર્ટનો બધો ગુસ્સો ઊતરી ગયો. તેમણે ઊભા થઈને બારણું ઉઘાડ્યું. બંનેના મનનો ઊભરો પળવારમાં ઓસરી ગયો.

સુખી ગૃહસ્થજીવન માટે પતિ-પત્ની બંને પોતાને એકબીજાના પૂરક અને સહયોગી સમજે તે જરૂરી છે. પોતાની જાતને બીજા કરતાં મહાન સમજવી એ દાંપત્યજીવનની સમરસતાની ધોર ખોદી નાખનારી ઘૃણાસ્પદ માન્યતા છે.

યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૯૮

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like