એક ગુરુના બે શિષ્ય હતા. બન્ને ખેડૂત હતા. ભગવાનનું ભજન, પૂજન પણ બન્ને કરતા હતા. સ્વચ્છતા અને સફાઈ પર પણ બન્નેની શ્રદ્ધા હતી, પરંતુ એક ખૂબ સુખી હતો અને બીજો ખૂબ દુઃખી હતો.
ગુરુનું મૃત્યુ પહેલાં થયું. પાછળથી બન્ને શિષ્યો પણ મરી ગયા. દેવયોગથી સ્વર્ગલોકમાં ત્રણેય એક જ સ્થાન પર આવી મળ્યા, પરંતુ સ્થિતિ તો અહીં પણ પહેલાં જેવી જ હતી. જે પૃથ્વી પર સુખી હતો એ અહીં પણ પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યો હતો અને જે ગમે ત્યારે ક્લેશ-કલહ, વગેરેને કારણે પૃથ્વી પર અશાંત રહેતો, એ અહીં પણ અશાંત દેખાતો હતો.
દુ:ખી શિષ્યે ગુરુદેવ પાસે જઈને કહ્યું- “ભગવન્! લોકો કહે છે, ઈશ્વરભક્તિથી સ્વર્ગમાં સુખ મળે છે, પરંતુ હું તો અહીં પણ દુ:ખીને દુ:ખી જ રહ્યો.” ગુરુ ગંભીર થઈ બોલ્યા – “વત્સ ! ભક્તિથી સ્વર્ગ તો મળી શકે છે, પરંતુ સુખ અને દુઃખ તો મનની દેન છે. મન શુદ્ધ હોય, તો નર્કમાં પણ સુખ છે અને મન શુદ્ધ નહીં હોય તો સ્વર્ગમાં પણ કોઈ સુખ નથી.
મન:સ્થિતિને બદલવાનો પ્રયાસ કરવામાં ન આવે તો એ ગમે ત્યાં દુઃખદ પરિણામ જ આપે છે.”
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6