સૂર્ય પરિભ્રમણમાં ડૂબેલો હતો. તે દરમિયાન તેણે કેટલાય લોકો પાસેથી જુદા જુદા પ્રકારની ટીકા સાંભળી. એક બોલ્યો, “અભાગીયાને કદી રજા મળતી નથી.” બીજાએ કહ્યું, “બિચારો, રોજ જન્મે છે અને રોજ મરે છે.” ત્રીજાએ કહ્યું, “નિર્જીવ હોવા છતાં પણ, ગરમી વરસાવે છે.” ચોથાએ કહ્યું, “કોઈ મોટા ગુનાની સજા ભોગવી રહ્યો છે.”
સૂર્યને આ કૃતઘ્નતા પર ગુસ્સો આવ્યો અને બીજા દિવસે ઉગવાની ના પાડી દીધી. સૂર્યની પત્નીએ રિસાઈ જવાનું કારણ જાણ્યું તો હસી પડી. માટીના ઢેફાની ચોટથી ઘડા ફૂટી જાય છે. પરંતુ સમુદ્રમાં પડીને ઓગળી જાય છે. તમે ધડો નથી, સમુદ્ર છો. તો પછી ઢેફાની આદત અને તેનું પરિણામ કેમ સમજતા નથી ?
પોતાની ભૂલનો સ્વીકાર કરીને સૂર્યનારાયણે પોતાનો રથ આગળ વધાર્યો.
સત્પુરુષો ખરાબ વર્તન કરતાં નથી અને દુષ્ટોના વ્યવહા૨ને મહત્ત્વ પણ આપણા નથી. તેમ કરવાથી તેઓ લક્ષ્ય તરફ આગળ વધે છે.
યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર ૧૯૯૬