112
સંત અશિષ્ટનેમીની ભક્તિથી પ્રસન્ન થઈને ઈન્દ્રદેવે તેમને સન્માનસહિત સ્વર્ગમાં લઈ આવવા માટે દેવદૂતને મોકલ્યો. દેવદૂત સંતની પાસે જઈને બોલ્યો, “હે મહાત્મા ! મને દેવાધિદેવ ઈન્દ્રએ મોકલ્યો છે. તમે મારી સાથે સ્વર્ગમાં પધારો અને ત્યાં જ નિવાસ કરો, એવો તેમનો ખાસ આગ્રહ છે.”
સંતે તો પરમાર્થ વડે આત્મકલ્યાણની વાત સાંભળેલી હતી. જેથી સ્વર્ગની વાત આવી એટલે એમને કહેવું પડ્યું – “સ્વર્ગ ! ભાઈ મારું સ્વર્ગ તો મેં અહીંયાં જ બનાવી લીધું છે. મારે એ વૈભવ શા ખપનો ? તેમાંથી મને જે આનંદ મળી શકે એ તો આ પૃથ્વી પર જ મને લોકોની સેવા કરવાથી મળે છે. તેની સામે મારે માટે તમારું સ્વર્ગ તુચ્છ છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6