Home year2017 સ્વાભિમાની પંડિત શ્રીપાદ દામોદર

સ્વાભિમાની પંડિત શ્રીપાદ દામોદર

by Akhand Jyoti Magazine

Loading

મહારાષ્ટ્રના મહાન વૈદિક વિદ્વાન પંડિત શ્રીપાદ દામોદર સાતવલેકરજી એક કુશળ ચિત્રકાર પણ હતા. યુવાવસ્થામાં તેઓ મોટા મોટા ધનવાનો અને રાજા-મહારાજાઓનાં ચિત્ર બનાવતા હતા અને આ કલાથી મળેલા ધનથી પોતાનું અને પરિવારનું પાલન- પોષણ કરતા હતા.

એક દિવસ તેમને પ્રેરણા થઈ કે પોતાની માતૃભૂમિને વિદેશીઓની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે તેમણે વૈદિક જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરવા માટે કરવો જોઈએ. એ દિવસથી જ તેમણે ચિત્રકલાનું કાર્ય બંધ કરી દીધું અને પોતાનો બધો જ સમય ભારતીય સ્વતંત્રતા આંદોલનને સફળ બનાવવામાં લગાવવા લાગ્યા.

ચિત્રકલાથી મળતી આમદાની બંધ થઈ જવાથી તેમનો પરિવાર આર્થિક સંકટોથી ઘેરાવા લાગ્યો. ક્યારેક તો આખા પરિવારે ભૂખ્યા સૂઈ જવું પડતું.

એક દિવસ એક વ્યક્તિ પંડિત સાતવલેકરજીને મળવા આવી અને તેમને એક હજાર રૂપિયા આપતાં કહ્યું – પંડિતજી ! આપ અમારા નગરના રાયબહાદુરજીનું ચિત્ર બનાવી દો. આ કામ માટે હું અત્યારે એક હજાર રૂપિયા લાવ્યો છું અને આ ઉપરાંત બીજા એક હજાર રૂપિયા આપને કાર્ય પૂરું થયે આપીશ.

પંડિત સાતવલેકરજી તેણે લાવેલા રૂપિયા પાછા આપતાં બોલ્યા – હું અંગ્રેજો પાસેથી રાયબહાદુરની ઉપાધિ પ્રાપ્ત કરેલી કોઈ અંગ્રેજપરસ્ત વ્યક્તિનું ચિત્ર બનાવીને તેનાથી મળેલા અપવિત્ર ધનનો સ્પર્શ પણ નહિ કરું, તે વ્યક્તિ પંડિત શ્રીપાદ દામોદર સાતવલેકરજીનું સ્વાભિમાન જોઈને દંગ રહી ગયો.

યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org

You may also like