Home year2003 સ્વાર્થપરાયણતા

સ્વાર્થપરાયણતા

by Akhand Jyoti Magazine

Loading

એક હાથી ખૂબ સ્વાર્થી અને અહંકારી હતો. જૂથમાં રહેવાને બદલે એકલો રહેવા લાગ્યો. એકલામાં દુષ્ટતા આવે છે, એ બધી તેનામાં પણ આવી ગઈ.

એક પક્ષીએ નાનકડી ઝાડીમાં ઈંડાં મૂક્યાં. હાથીઓનું ઝુંડ આવતું જોઈને પક્ષીએ તેને નમન કર્યા અને જૂથપતિને પોતાનાં ઈંડાં બચાવવાની વિનંતી કરી, હાથી ભલો હતો. પોતાના ચારેય પગ વચ્ચે ઝાડી છુપાવી દીધી અને જૂથ આગળ વધી ગયું. ઈંડાં તો બચી ગયાં પણ તેણે પક્ષીને ચેવતણી આપી કે એક એકલો હાથી પાછળ આવતો હશે, તે દુષ્ટ છે. તેનાથી ઈંડાં બચાવવાં એ તારું કામ છે.

થોડા વખતમાં તે હાથી આવી પહોંચ્યો, તેણે પક્ષીની વિનંતી ન સાંભળીને જાણીબૂજીને ઈંડાં કચડી નાંખ્યાં.

પક્ષીએ વિચાર્યું કે દુષ્ટ હાથીને મજા ચખાડવામાં નહિ આવે તો તે અન્ય અનેકનો અનર્થ કરશે. તેણે પોતાના પડોશી કાગડા અને દેડકાને વિનંતી કરી. આપ સહાયતા કરો તો હાથીને નીચાજોણું કરાવી શકાય. યોજના બની ગઈ.

કાગડાએ ઊડીઊડીને હાથીની આંખો ફોડી નાંખી. હાથી તરસ્યો પણ હતો. દેડકાએ પહાડના શિખર પર જઈને ડ્રાઉં ડ્રાઉં કરવા માંડ્યું. હાથીએ ત્યાં પાણી હોવાનું અનુમાન કર્યું અને પહાડ ચડી ગયો. હવે દેડકો નીચે આવી ગયો અને ત્યાં ડ્રાઉં ડ્રાઉં કરવા લાગ્યો. હાથીએ નીચે પાણી હોવાનું અનુમાન કર્યું અને નીચે ઊતરવા લાગ્યો. પગ ફસકી જવાથી તે ગબડી પડ્યો અને મરી ગયો. સ્વાર્થપરાયણોની આવી જ હાલત થાય છે.

યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૦૩

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like