હેનરી ફોર્ડ અમેરિકના અગ્રણી ધનપતિ હતા, તો પણ તેઓ ખૂબ સાદાઈથી રહેતા. ફોર્ડનો એક સૂટ જૂનો થઈ ગયો હતો, ફાટવા પણ માંડ્યો હતો. તેમના સચિને કહ્યું – આપે નવો સિવડાવી લેવો જોઈએ. લોકો શું કહેશે ?
ફોર્ડે સ્મિત કર્યું અને કહ્યું, અત્યારે તો આની મરમ્મત કરાવી દેવાથી કામ ચાલી જશે. મને મળનારા બધા જાણે છે કે હું ફોર્ડ છું . સૂટ બદલવાથી કે ન બદલવાથી મારી સ્થિતિમાં શો ફરક પડે છે ?
વાત ભુલાઈ ગઈ. રીપેર કરેલા પેન્ટ-કોટથી કામ ચાલતું ગયું. બહુ દિવસો પછી ફોર્ડને ઈગ્લેંડ જવાનું હતું, તેથી સેક્રેટરીએ ફરીથી સૂટ બદલવાની જરૂર જણાવી અને કહ્યું, નવા દેશવાસીઓ સામે તો પોશાક સુંદર જ હોવો જોઈએ.
ફ્રોડ ગંભીર થઈને બોલ્યા, તે દેશમાં મને કોણ ઓળખે છે ? જેથી હું તેમના પર રૂઆબ જમાવવા માટે સુંદર પોશાક સિવડાવું ? અજાણ્યા માણસનાં વસ્ત્રો પર કોણ ધ્યાન આપે છે?
સચિવ નિરુત્તર બની ગયો. ફોર્ડ રીપેર કરેલાં વસ્ત્રોને ધોવડાવીને જ ઈગ્લેંડના યાત્રા પ્રવાસે નીકળ્યા.
આવી છે મહાપુરુષોની સાદાઈ. તેમના તે ગુણને કારણે જ તેમને શ્રદ્ધેય અને વૈભવશાળી બનાવે છે.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6