મિદનાપુરમાં સ્વામી વિવેકાનંદની અંગ્રેજ શિષ્યા ભગિની નિવેદિતાનું ભાષણુ ચાલી રહ્યું હતું. મંત્ર મુગ્ધ જનતા ઉપદેશ રૂપી અમૃતનું પાન કરવામાં તલ્લીન હતી, ત્યારે ભાષણથી પ્રસન્ન થઈ ઉઠેલા કેટલાક યુવકાએ “હિપ, હિપ હુરે”ની ઘેાષણાં કરી.
ભગિની નિવેદિતાએ ભાષણની અધવચમાં તેમને ઠપકો આપતાં કહ્યું “ચુપ રહો, શું તમને તમારી ભાષાનું સહેજ પણુ ગર્વ નથી ? શું તમારા પિતા અગ્રેજો હતા ? શું તમારી માં ગોરી ચામડીવાળી યુરોપિયન હતી ? અગ્રેજોની નકલ કરતાં તમને શરમ કેમ નથી આવતી ?’’
આ સાંભળીને યુવકો સ્તબ્ધ ખની ગયા. ત્યારે નિવેદિતા બોલી—”ભાષણ દરમિયાન પ્રસન્નતા પ્રગટ કરવાનું આવશ્યક જ હાય, તો પેાતાની ભાષામાં પ્રગટ કરો. બોલેા, સચ્ચિદાનંદ પરમાત્માની જય ! ભારત માતાની જય ! સદ્દગુરુની જય !” યુવકોએ તરત જ તેણીના આદેશનું પાલન કર્યું.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૭૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6