109
સાધુની ઝુપડીમાં એક બિલાડી આવી અને સમય જતા એમાં જ રહેવા લાગી. તે બહુ ચંચળ સ્વભાવની હતી. તે ખટપટ કર્યા કરતી અને ભજનમાં ભંગ પાડતી.
સાધુએ દયાવશ બિલાડીને ભગાડી તો નહીં. પણ એક વચલો રસ્તો કાઢયો જ્યાં સુધી તેઓ ભજન-ધ્યાન કરતા ત્યા સુધી બિલાડીને એક ખૂંટીએ બાધી દેતા હતા. આ રીતે અડચણ દૂર થઈ અને ભજન-ધ્યાન સારી રીતે ચાલવા લાગ્યુ.
શિષ્યોએ આ દૃશ્ય જોયુ અને અનુમાન કર્યું કે બિલાડીને બાંઘીને સાધના કરવાથી સાધના સિદ્ધ થાય છે.
સાધુના મૃત્યુ પછી એમના શિષ્યોએ ભજન સાથે બિલાડીને પકડીને ખૂંટીએ બાધવાની પ્રથા શરૂ કરી દીધી. અંઘ પરંપરાઓ આવા જ અવિવેકી લોકો શરૂ કરે છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6