એક વખત બ્રાહ્મણ, યુધિષ્ઠિર તથા શ્રીકૃષ્ણજી ત્રણે બેસીને ચૂપચાપ આંસુ વહાવી રહ્યા હતા.
એટલામાં અર્જુન આવ્યો. તેણે આ રીતે રોવાનું કારણ પૂછ્યું ત્યારે બધાના મનને જીતનારા શ્રીકૃષ્ણજીએ તે મૂક પ્રસંગનું કારણ બતાવતાં કહ્યું, “આજે યુધિષ્ઠિરે આ બ્રાહ્મણને નિમંત્રણ આપ્યું હતું. બ્રાહ્મણ સંકોચને લીધે તે નિમંત્રણનો અનાદાર પણ કરી શક્યો નહિ અને મનોમન દુઃખી પણ હતો કે રાજાનું કુધાન્ય ખાઈને મારે પોતાનું તપ ક્ષીણ કરવું પડશે.
યુધિષ્ઠિર પણ બ્રાહ્મણના મનની વાત જાણે છે અને એને લીધે દુઃખી છે કે જો હું સ્વયં સાત્ત્વિક અન્ન કમાઈને બ્રાહ્મણને ખવડાવી શક્યો હોત તો કેટલું સારું થાત ?
અને હું એટલા માટે દુઃખી છું કે આજે તો ખાવાવાળા બ્રાહ્મણમાં એ વિવેક છે કે કોના ત્યાં ખાવું, કોનું ન ખાવું તથા યજમાનમાં એ વિવેક છે કે પુણ્ય કેવળ સાત્ત્વિક કમાણીના પૈસામાં રહેલું છે. આગળ જતાં બંનેમાંથી આ વિવેક ચાલ્યો જશે અને બ્રાહ્મણોને ખવડાવનારા અનીતિની કમાણીથી પુણ્યની આશા રાખશે. હું તે ખરાબ ભવિષ્યની કામના કરીને દુઃખી થઈ રહ્યો છું.
યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6