Home year2006 અનીતિનું અન્ન

અનીતિનું અન્ન

by Akhand Jyoti Magazine

Loading

શિષ્યની અશાંતિ વધતી જ ગઈ. જ્યારે ચિત્તવૃત્તિઓ અનિયંત્રિત થઈ ઊઠી તો તે પોતાના ગુરુદેવના ચરણમાં જઈ પડ્યો. પ્રાર્થના કરીને નિવેદન કર્યુ, “ભગવન્ ! આજે મન ખૂબ અસ્થિર લાગે છે. આટલા દિવસોની સાધના અને તપનો આજે જ ભંગ થઈ જશે.”

આચાર્ય પ્રવર થોડી વાર સુધી નિશ્ચલ બેસીને વિચાર કરતા રહ્યા. પછી બોલ્યા, “મનનો સીધો સંબંધ અન્ન સાથે છે. ક્યાંક કશુંક તે ચોરીને તો નથી ખાધું ને ?”

“ના, ના દેવ ! એમ તો નથી, પરંતુ આજે હું એક નગર ભોજમાં ચોક્કસ સામેલ થયો હતો. કહે છે, જે શેઠે આ ભોજન કરાવ્યું તે ખૂબ ધર્માત્મા પુરુષ છે. નગરમાં તેનાં અન્નક્ષેત્રો ચાલે છે, તેને ધર્મકર્મમાં ખૂબ રસ છે. તે દેવપૂજા, અતિથિ યુજા વગેર શુભકાંમાં સંલગ્ન રહે છે, તેના દરવાજેથી યાચક નિરાશ પાછો ફરતો નથી. આજના ભોજનમાં અનેક લોકો આવ્યા હતા. શેઠે તમામનું ખૂબ આદર – સત્કાર કરીને ભાજનની સાથે દાનદક્ષિણા પણ આપી અને સૌનું ઉચિત સન્માન પણ કર્યું.”

આચાર્ય હસીને બોલ્યા, “બરાબર છે. હવે સમજાયું કે તે જે ખાધું તે પરિશ્રમ વિનાનું જ ન હતું. અનીતિનુ પણ હતુ. જે શેઠે આ ભોજન આપ્યુ તેણે વૃદ્ધાવસ્થામાં એક ગરીબ ઘરની છોકરી સાથે લગ્ન કર્યુ અને તે પણ ધન લઈને. આ ભોજન તેણે તે પાપમાંથી બચવા માટે જ આપ્યું છે. હવે જ્યારે તે ખાધું છે જ પાપનું, તો તેનું ફળ તો ભોગવવું જ પડશે.”

આત્મકલ્યાણના ઈચ્છુકે સદાય પોતાના પરિશ્રમ અને પ્રામાણિકતાથી કમાયેલું અન્ન જ ગ્રહણ કરવું જોઈએ.

યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like