વીરપુર (ગુજરાત)માં એક ખેડૂત હતા જલારામ. તેઓ ખેતી કરતા હતા. જે અનાજ ઉત્પન થતું, તેનો ઉપયોગ દીન-દુઃખીઓ અને સંત-મહાત્માઓ માટે કરતા. તેઓ ખેતરમાં કામ કરતા અને તેમનાં પત્ની ભોજન બનાવતાં. ઘરે સદાવર્ત ચાલતું. તેમના માથે બાળકોની કોઈ જવાબદારી ન હતી.
તેમની ઉદારતાની પરીક્ષા લેવા એક દિવસ ભગવાન સાધુવેશમાં આવ્યા. તેમણે કહ્યું કે તેમનો સામાન આગળના તીર્થ સુધી પહોંચાડવાનો છે. કોઈ વ્યવસ્થા કરો. જલારામ પાસે કોઈ મજૂરની વ્યવસ્થા તો હતી નહીં. તેમનાં પત્ની તે સામાનને માથા ઉપર મૂકી ચાલી નીકળ્યાં. જલારામ અડધો દિવસ ખેતરમાં કામ કરતા અને બાકીના સમયમાં ભોજન બનાવી લોકોને જમાડતા.
સંતના રૂપમાં આવેલ ભગવાનની પરીક્ષા પૂરી થઈ ગઈ. તેઓ થોડેક જ આગળ જઈ અદૃશ્ય થયા. તે મહિલાને અન્નપૂર્ણા ઝોળી આપતા ગયા. ઘરે આવી એ ઝોળીને એક ઓરડીમાં લટકાવી દીધી. તે ઓરડીમાંથી ક્યારેય અનાજની અછત થઈ નથી, આજે પણ હજારો લોકો તે અન્નપૂર્ણા ઝોળીનો પ્રસાદ લેવા આવે છે.
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6