આ માનવજીવન ભગવાને આપણને આપેલી એક અમૂલ્ય ભેટ છે. ભગવાન કૃષ્ણે જ્યારે અર્જુનને પોતાનું વિરાટરૂપ બતાવ્યું હતું. ત્યારે તેમના તે રૂપમાંથી ‘દિવિ સૂર્ય સહસ્રસ્ય’ એટલે કે હજારો સૂર્યો જેટલો પ્રકાશ પ્રગટ થયો હતો.
આપણા જીવનના દરેક પ્રભાતનું કિરણ આપણને યાદ અપાવે છે કે આપણે પણ એ અનંત અને પ્રચંડ પ્રકાશનો એક અંશ લઈને આ ધરતી પર આવ્યા છીએ.
ભગવાને આપણને આપેલા આ જીવનના મૂલ્યને સમજવાની જરૂર છે. આપણું દુર્ભાગ્ય એ છે કે આપણને ૫૨માત્માએ જે આપ્યું છે તેનું મૂલ્ય આપણે સમજી શકતા નથી અને કોઈ તુચ્છ વસ્તુની જેમ આ જીવનને વેડફી નાખીએ છીએ. એના પરિણામે કહો આપણને માત્ર નિરાશા જ પ્રાપ્ત થાય છે.
ઈશ્વરે આપણને અનેક દિવ્યશક્તિઓ તથા સંપદા આપી છે. જો આપણે તેમનો સદુપયોગ કરી શકીએ તો જ આપણું જીવન સફળ થાય છે. આથી આપણે નિરંતર યાદ રાખવું જોઈએ કે આપણને આ જે મોંઘેરું માનવજીવન મળ્યું છે તેની એકેએક ક્ષણનો સદુપયોગ કરીને તેને ધન્ય બનાવવું જોઈએ.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6