ઘણા દિવસો થયા, એક વેપારી ગુજરાતમાં જઈને વેપાર કરવા લાગ્યો. તેણે પોતાના પુત્ર અશોકને નાલંદા વિશ્વવિદ્યાલયમાં ભણવા મોકલ્યો. થોડાક વખતમાં વેપારીની પત્નીનું મૃત્યુ થયું. તેના દુઃખમાં તેણે પણ પ્રાણ તજી દીધા. મરતાં પહેલાં તેણે પોતાની સમસ્ત સંપત્તિ પોતાના પુત્ર અશોકના નામે કરી દીધી અને તેને સમાચાર મોકલ્યા તથા ત્યાં સુધીની વ્યવસ્થા એક ન્યાયાધીશને સોંપી દીધી.
સમાચાર મળતાં જ અશોક વ્યાકુળ થઈને ઘરે આવ્યો. રસ્તામાં તેને એક બીજો યુવક મળ્યો તથા સહાનુભૂતિ બતાવીને તેણે તેના ઉત્તરાધિકારી હોવાની તથા પરિવારમાં એકલા હોવાની તમામ વાતાં જાણી લીધી અને તેની સાથે થઈ ગયો.
બંનેમાં ગાઢ મિત્રતા થઈ ગઈ, પરંતુ ઘરે પહોંચતાં જ અશોકની સાથે તે પણ રોવા લાગ્યો, પોતાને ઉત્તરાધિકારી કહેવા લાગ્યો. ન્યાયાધીશ મૂંઝાયો. તેણે વેપારીના પુત્રને ઓળખવાની એક યુક્તિ શોધી. તેણે વેપારીનો એક ફોટો મંગાવીને તેની છાતી તરફ ઈશારો કરતાં એક -એક તીર-કામઠું બેનેના હાથમાં આપીને નિશાન તાકવાનું કહ્યું. એમ પણ કહ્યું, કે જે બરાબર નિશાન તાકશે તેને ઉત્તરાધિકારી માનવામાં આવશે. અશોકના સાથીએ તો તીર બરાબર નિશાન પર છોડી દીધું. પરંતુ અશોક તીર-કામઠું ફેકીને ફોટાને વળગી પડ્યો. ફોટો જોઈને તેના દિલમાં પિતા પ્રત્યે શ્રદ્ધાભાવ જાગૃત થયો. અશોકે ન્યાયાધીશને સંપત્તિ તે વ્યક્તિને આપી દેવાનું કહ્યું અને પોતાના માટે પિતાની નિશાની માગી.
ન્યાયાધીશ સમજી ગયા કે અસલી ઉત્તરાધિકારી કોણ છે, તેને જ ઉત્તરાધિકારી જાહેર કર્યો અને સાથીને જેલમાં મોકલી દીધો. આ પ્રકારના ત્યાગ અને શ્રદ્ધાભાવથી તેને સર્વસ્વ મળી ગયું.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6