એક શેઠ ખાડામાં પડી ગયા. ખાડો બહુ ઊંડો ન હતો. તેથી તેઓ નીકળવા માટે બૂમો પાડવા લાગ્યા. એક ખેડૂતે તેની બૂમો સાંભળી તો ત્યાં જઈને બોલ્યો, “લાવ ! તારો હાથ, એમાં દોરડું બાંધીને ઉપર ખેંચી લઈશું.” શેઠજી હાથ ઉપર કરીને કોઈના ફંદામાં ફસાવા તૈયાર ન હતા.
ઝંઝટ જોઈને બીજો સમજદાર માણસ ત્યાં પહોંચી ગયો અને તકરારનું કારણ સમજી ગયો. તેણે કહ્યું, “શેઠજી ! દોરડું લો અને તમારા તરફ ખેંચતાખેંચતા ઉપર ચડી જાવ.” તેમણે વાત માની લીધી અને બહાર નીકળવાનો ઉપાય મળી ગયો.
ખેડૂત કહી રહ્યો હતો ‘લાવ હાથ’ બીજા સમજદારે કહ્યું હતું “લે દોરડું. ’લાવ’ અને ‘લે’ની ઝંઝટ હતી, જેના કારણે ખાડામાંથી નીકળતાં આટલી વાર લાગી. આ ખેંચતાણ કેટલાયને નષ્ટ કરી નાંખે છે. અહમના દુષ્ચક્રમાં ફસાયેલી વ્યક્તિ પોતાનું હિત પણ સમજી શકતી નથી.
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6