Home year2004 આત્માનું સૌંદર્ય

આત્માનું સૌંદર્ય

by Akhand Jyoti Magazine

Loading

ઉદ્યાનમાં ફરતાં ફરતાં એકદમ રાણા વિક્રમાદિત્યે મહાકવિ કાલિદાસને કહ્યું “આપ કેટલા પ્રભાવશાળી, મેઘાવી છેા. સાહિત્ય- ક્ષેત્રના આપ નિષ્ણાત વિદ્વાન છો, ભગવાને તમારું શરીર પણ બુદ્ધિને અનુરૂપ સુંદર શા માટે ન બનાવ્યું ?”

હોંશિયાર કાલિદાસ રાજાના વ્યંગને સમજી ગયા. તે સમયે તો તેઓ કશું જ ન બોલ્યા, રાજમહેલમાં આવીને તેમણે બે પાત્ર મંગાવ્યાં – એક માટીનું, એક સોનાનું. બંનેમાં જળ ભરવામાં આવ્યું. થોડી વાર પછી કાલિદાસે રાજાને પૂછયું, “હવે બતાવો રાજન્ ! કયા પાત્રનું જળ વઘારે ઠંડું છે ?’

વિક્રમાદિત્ય બોલ્યા – “માટીના પાત્રનું” ત્યારે હસતાં હસતાં કાલિદાસ બોલ્યા, “જેવી રીતે શીતળતા પાત્રના બહારના આધાર પર નિર્ભર હોતી નથી, તેવી જ રીતે પ્રતિભા પણ શરીરની આકૃતિ પર નિર્ભર હોતી નથી, રાજન્ ! બહારના સૌંદર્યને નહીં, સદ્ગુણોને જોવા જોઈએ. આત્માનું સૌંદર્ય જ મુખ્ય છે. વિદ્વત્તા અને મહાનતાનો ને સંબંધ શરીર સાથે નહીં, આત્મા સાથે છે.’

યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૦૪

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like