અંધારી રાતે બે યુવાનો યાત્રા કરી રહ્યા હતા. એક ફાનસ હતી, તેનાથી બંનેનું કામ ચાલતું હતું.
ચાલતાં ચાલતાં બંને એવી જગ્યાએ આવ્યા કે જયાંથી બંનેના રસ્તા ફંટાતા હતા. જેનું ફાનસ હતું તે તો પ્રસન્નતાપૂર્વક આગળ વધ્યો. પરંતુ અંધકારના લીધે બીજાની આગળ વધવાની હિંમત તૂટી ગઇ.
હવે શું કરવું એની ચિંતામાં તે હતો, એટલામાં જ પાસેની એક ઝૂંપડીમાંથી સાધુ બહાર નીકળ્યા. સાધુ ભજન ગાઇ રહ્યા હતા. તેનો અર્થ એવો થતો હતો કે, “પ્રભુ મારા અંતરનો દીપક પ્રગટાવી દો કે જેથી સંસારનો અંધારો માર્ગ સહેલાઇથી પાર કરી શકાય.”
યુવકે દોડીને સાધુના પગ પકડી લીધા અને કહ્યું, “ભગવન, શું એવી કોઇ જયોતિ છે ખરી કે જે સદાયને માટે પાસે જ રહે અને કદી હોલવાય નહિ ?”
સાધુએ એક શિલા ઉપર બેસતાં કહ્યું, “ હા બેટા, આત્મા સ્વયં પ્રકાશરૂપ છે. બળ, બુદ્ધિ, તેજ, સાહસ, સંતોષ આ બધાં આત્માનો જ પ્રકાશ છે. તું એને પ્રજવલિત કર અને આગળ વધે. પછી સંસારમાં તને કોઇ વાતનો ભય નહિ લાગે.”
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૮૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6