એક માણસ હનુમાનનો ઉપાસક હતો. એક વખત તે બળદગાડું લઈને કયાંક જઈ રહ્યો હતો. ગાડી કાદવ કીચડમાં ફસાઈ ગઈ. તે ત્યાં જ ઊભો રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યો અને ગાડું બહાર નીકળવાની કામના કરવા લાગ્યો.
ત્યારે ત્યાં આવી ચડેલ એક પંડિતજીએ કહ્યું, મિત્ર, હનુમાનજી ખબર ન પડતા પહાડ ઉપાડી લાવ્યા હતા, તું ઓછામાં ઓછું ગાડીને હાથ તો લગાડ. માણસે થોડી તાકાતનો પ્રયોગ કર્યો અને બળદગાડું બહાર ખેંચીને લઇ ગયો.
દેવતા હોય કે મહાપુરુષ હોય, ત્યાં સુધી તેઓ ફળ નથી આપતા, જ્યાં સુધી મનુષ્ય ખુદ તે આદર્શોના પરિપાલન માટે કાર્યરત નથી થતો.
કર્મવિધાન પર પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. જ્યારે મનુષ્ય અંતરને બળવાન બનાવે, યાચના ભાવ નહિ, સમર્પણ ભાવ વધે ત્યારે જ ઈશ્વર તેનું ફળ આપે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6