126
આનંદ – સુખ અને દુઃખથી અલગ અંતચેતનાની એક ભિન્ન અવસ્થા છે. સુખ તો એક બસ એક જાતની ઉત્તેજના છે. તેવી જ રીતે દુઃખ પણ એક જાતની ઉત્તેજના છે. આપણે પ્રિય ઉત્તેજનાઓને સુખ રૂપે અને અપ્રિય ઉત્તેજનાઓને દુઃખ રૂપે અનુભવીએ છીએ. આનંદ આ બંને પ્રકારની સંવેદનાઓથી જુદો છે. તે ઉત્તેજનાની નહિ પણ શાંતિની અવસ્થા છે.
સુખની ઇચ્છા રાખનાર સતત દુ:ખમાં પડે છે કારણ કે એક ઉત્તેજના પછી બીજી વિપરીત ઉત્તેજના સહજ અનિવાર્ય છે જેમ કે પર્વતો સાથે ખીણો હોવી અનિવાર્ય છે. આ દિવસ સાથે રાત હોવા જેવું છે પરંતુ જે સુખ અને દુઃખ બંને છોડવા તત્પર અને તૈયાર થઈ જાય, તે એ આનંદને પામે છે, જે સનાતન અને શાશ્વત છે.
સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6