એક સંત પ્રચંડ તપસ્યામાં લીન હતા. તેમની ઉગ્ર તપસ્યાના કારણે ચારેય બાજુ ખળભળાટ મચી ગયો. તેમના તપનું તેજ જોઈને ઈન્દ્ર ગભરાયા અને તેમની તપસ્યા ભંગ કરવા માટે ઉપાય વિચારવા લાગ્યા.
એક યુક્તિ વિચારીને દેવરાજ ઇન્દ્રે એક રાજાનો વેશ ધારણ કર્યો અને સંતની પાસે જઈને તેમને પોતાનાં સોનાનાં આભૂષણો આપતાં કહ્યું કે પ્રભુ ! આપ નિરાસક્ત પુરુષ છો. હું શત્રુઓથી ઘેરાઈ ગયો છું. આપ મારી આ તુચ્છ વસ્તુઓ આપની પાસે રાખો. પછી જ્યારે ભય ટળી જશે ત્યારે હું આવીને લઈ જઈશ.
સંતને એમાં શું અજુગતું ન લાગ્યું. તેમણે રાજાને એ આભૂષણો ઝૂંપડીના એક ખૂણામાં મૂકી દેવાનું કહ્યું. શરૂઆતમાં તો તેમના મનમાં કોઈ ભાવ ન જાગ્યો, પરંતુ ધીરે ધીરે તેમને એ ઘરેણાં વિશે ચિંતા થવા લાગી. એમાંથી થોડીક આસક્તિ જાગી. તે ધીમે ધીમે તૃષ્ણામાં ફેરવાઈ ગઈ. હવે તેમનું ધ્યાન તપસ્યામાં ઓછું અને ઘરની ચિંતામાં વધારે રહેવા લાગ્યું. તેમનામાં એમના પ્રત્યે આસક્તિ વધતી જ ગઈ.
આથી સાધકોએ કામિની તથા નથી દૂર રહેવું જોઈએ એવું કહેવામાં આવ્યું છે કારણ કે નાનકડી આસક્તિ ગમે ત્યારે ભયંકર વાસનામાં બદલાઈ જાય છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6