138
નારદ પોતાના તપ, ત્યાગ અને લોકસેવા માટે પ્રખ્યાત હતા.
દુષ્કાળથી પીડિત બ્રાહ્મણ સમુદાય મહર્ષિ ગૌતમના આશ્રમમાં આશ્રય લઇ રહ્યો હતો. ભૂખથી તો તેમનો છુટકારો થઇ ગયો, પણ કુસંસ્કારી ઇર્ષા યથાવત રહી. તેઓએ નારદને પોતાનું નિશાન બનાવ્યા.
ગાયનું પૂતળું બનાવીને તેઓએ આશ્રમના આંગણામાં મૂકી દીધું અને કલંક લગાડયું કે આને નારદે મારી નાખી છે. તેમને ગાયની હત્યા કરવા બદલ સજા મળવી જોઇએ.
પણ વાસ્તવિકતા ખુલ્લી પડી ગઇ. પૂતળુ નકલી હતું. તેને બાહર ફેંકી દેવાયું.
ગૌતમ ઋષિએ ગંભીર બનીને કહ્યું, “બ્રાહ્મણો ! હવે મને ખબર પડી કે તમારા વિસ્તારમાં દુકાળ કેમ પડયો. જે સ્થાનના વિદ્વાનો ઇર્ષાળુ હોય છે, ત્યાં શાંતિનું વાતાવરણ કયારેય સ્થપાતું નથી.”
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૮૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6