111
દિનભર પરિશ્રમ કરવાના કારણે થાકેલા મહાત્મા ગાંધી સહેજવાર આરામ કરવા જેવા પથારીમાં પડ્યા, કે તેમને નીંદર આવી ગઈ. એવી ગાઢ નીંદર આવી કે વહેલી સવારે આંખો ખુલી.
એ દિવસે એમને ખૂબ પસ્તાવો થયો. બાપુ સાંજની પ્રાર્થના કરી શક્યા ન હતા. એના પ્રાયશ્ચિત્તરૂપે તેમણે આખો દિવસ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. લોકોએ જ્યારે પૂછ્યું તો તેઓ બોલ્યા, “એક એક ક્ષણ હું જેના સહારે જીવી રહ્યો છું, એ પરમાત્મા યાદ ન રહે એનાથી મોટું પાપ બીજું ક્યું હશે ?” એ આખો દિવસ એમણે ઉપવાસ કર્યો.
ઈશ્વર ઉપાસના એક આવશ્યક ધર્મકર્તવ્ય છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6