આચાર્ય ઉપકૌશલને પોતાની પુત્રી માટે યોગ્ય વરની તલાશ હતી. તેમના ગુરુકુળમાં કેટલાય વિદ્વાન બ્રહ્મચારી હતા, પરંતુ તેઓ કન્યાદાન માટે એવા સત્પાત્રની શોધ્યા હતા કે જે વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ આત્માને સંતાપ ન આપે.
પરીક્ષા માટે એમણે બધા બ્રહ્મચારીઓને ગુપ્તપણે આભૂષણ લાવવાનું કહ્યું, જે માતા-પિતા તો શું, કોઈ પણ ન જાણે.
બધા વિદ્યાર્થીઓ ચોરી કરીને કંઈક ને કંઈક આભૂષણ લાવ્યા. આચાર્યએ એ આભૂષણો સંભાળીને મૂક્યાં. અંતે વારાણસીનો રાજકુમાર બ્રહ્મદત્ત ખાલી હાથે આવ્યો. આચાર્યએ તેને પૂછ્યું, “શું તને એકાંત ન મળ્યું ? ” બ્રહ્મદત્તે જવાબ આપ્યો, “એકાંત તો મળ્યું પણ મારો આત્મા અને પરમાત્મા તો જોતા જ હતા એ ચોરી !” બસ, આચાર્યને જેની શોધ હતી એ સત્પાત્ર મળી ગયું.
ઈશ્વરને સર્વત્ર વિદ્યમાન જોનાર ક્યારેય કાંઈ અનુચિત કાર્ય કરી શકતો નથી.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6