115
સુખી જીવનની મહેચ્છા દરેકને હોય છે. તે ઉચિત અને સ્વાભાવિક પણ છે. પણ તેની પ્રાપ્તિ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આપણા દષ્ટિકોણમાં રહેલી ત્રુટિઓને સમજીએ અને તે સુધારવાનો પ્રયત્ન કરીએ.
સુધરેલો દૃષ્ટિકોણ નજીવાં સાધનો અને કઠિન પરિસ્થિતિઓમાં પણ શાંતિ અને સંતોષને સ્થિર રાખી શકે છે. ગરીબીમાં પણ લોકોને શાંતિ અને સ્વર્ગનો આનંદ મેળવતાં જોઈએ છીએ, પરંતુ જો દૃષ્ટિકોણ અયોગ્ય છે તો સંસારનાં બધાં જ સુખ અને સાધનો મળવા છતાં પણ આપણને તે સુખી બનાવી શકતાં નથી.
તેથી જ સુખી જીવનની મહેચ્છા રાખનાર પ્રત્યેક મનુષ્યને માટે ઉચિત એ છે કે તે પોતાના દૃષ્ટિકોણને સુધારવા માટેના નિરંતર પ્રયાસો કરતો રહે.
યુગ શક્તિ ગાયત્રી, જુન૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6