Home Akhand Jyoti Magazine ઉદ્ધરેદાત્મનાત્માનમ્

ઉદ્ધરેદાત્મનાત્માનમ્

by Akhand Jyoti Magazine

Loading

હિરણ્યકશ્યપ નામના રાક્ષસનો જન્મ થયો ત્યારે ભગવાને નૃસિંહ અવતાર લઈને તેનો નાશ કરી દીધો અને પરત ચાલી ગયા. અહંકારી બલિનું અભિમાન નષ્ટ કરવા ભગવાન વામનના રૂપમાં અવતર્યાં. રાવણના અત્યાચારોથી દુઃખી ઋષિ-મુનીઓનો ઉદ્ધાર કરવા માટે ભગવાન રામના રૂપમાં આવ્યા અને રાવણની સાથે યુદ્ધ કરવું પડયું. આતંકવાદી કંસ, ચાણુર અને કૌરવની સામે ટક્કર લેવા અને તેમનો વિનાશ કરવામાં શ્રીકૃષ્ણ ભગવાનનું જીવન વીતી ગયું.

કહેવાય છે કે આ બધી મારામારીથી દુઃખી થઈને ભગવાન પીપળાના વૃક્ષની નીચે સૂઈને ચિંતન કરતા હતા ત્યારે કોઈ શિકારીએ તીર છોડી દીધું, જેનાથી તેમને પ્રાણ છોડવાની ફરજ પડી.

તે સમયે તેમની પાસે એક સારથી ઊભો હતો. ભગવાનનો અંતિમ સમય જાણીને સારથીએ પૂછ્યું, “પ્રભુ ! કોઈ અંતિમ સંદેશો કે ઉપદેશ હોય તો કહેતાં જાઓ. હવે પછીના નવા જન્મમાં કયા રૂપમાં પ્રગટ થશો.” ભગવાન બોલ્યા, “હું વારંવાર પૃથ્વી ઉપર આવીને મનુષ્યની સહાયતા કરતાં-કરતાં થાકી ગયો છું. આ રીતની પ્રત્યક્ષ સહાયતાથી મનુષ્યમાં પરાવલંબીપણું જ વધ્યું છે. હવે પછી હું અવતાર લેવા ઈચ્છતો નથી.”
સારથી બોલ્યો, “પરંતુ દેવ ! અમો મનુષ્યોનો ઉદ્ધાર કેવી રીતે થશે અને કોણ કરશે ?” ભગવાન બોલ્યા, “મેં ગીતામાં ઉપાય બતાવી દીધો છે. “ઉદ્ધરેદાત્મનાત્માનમ્”. મનુષ્ય પોતાનો ઉદ્ધાર કરવામાં પોતે જ સમર્થ છે. તે પુરુષ છે. પુરુષાર્થનું સામર્થ્ય તેને પરમપિતા પરમાત્મા પાસેથી વારસામાં મળ્યું છે. દેવી-દેવતાઓની સામે આજીજી કરવામાં તેની શોભા નથી.” સારથી બોલ્યો, “છતાં પણ આપની સહાયતા જરૂરી છે.” ભગવાન બોલ્યા, “ઠીક છે, હવે પછીથી પુરુષાર્થ તો પુરુષાર્થી પુરુષે જ કરવો પડશે. હું માર્ગદર્શન આપવા અને સંગઠિત કરવા કોઈને કોઈ રૂપમાં આવતો રહીશ. ત્યારથી બુદ્ધ, મહાવીર, નાનક, કબીર, સમર્થ રામદાસ, રામકૃષ્ણ, ઈસુ, મૂસાના રૂપમાં અનેક વખત ભગવાન આવતાં રહ્યા છે અને પોતાનું કામ કરીને ચાલી જાય છે.

યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org

You may also like