141
ઘરનું વાતાવરણ જો સાત્ત્વિક હોય તો ઉપાસનાનો ક્રમ આનંદપૂર્વક ચાલી શકે છે. પરંતુ તપ એક વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, એના માટે નીરવ અને નિર્બાધ વાતાવરણની જરૂર હોય છે. સામૂહિક જીવનમાં વિવિધ પ્રકારના વિચાર, ભાવ અને પ્રભાવ ઉત્પન્ન થતા રહે છે. તેનાથી મન ઉપર જે પ્રતિક્રિયા થાય છે તેના વડે ઉપાસનાનો ક્રમ તો ચાલતો રહે છે, પરંતુ તપમાં વિક્ષેપ થાય છે. તપ માટે કોઈ પણ વ્યક્તિને નીરવ-નિર્બાધ-એકાંત વાતાવરણમાં જવું પડે છે. આજ સુધીનો સાધનાત્મક ઈતિહાસ એ વાતનો સાક્ષી છે. ધેર રહીને ઉપાસના થઈ શકે છે, તપસ્યા નહીં.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૯૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org