વસંતપંચમી ઉમંગ-ઉલ્લાસનો દિવસ છે, પ્રેરણાનો દિવસ છે, પ્રકાશનો દિવસ છે. વસંતના દિવસોમાં ઉમંગ તથા ઉછાળ આવે છે.
શંકરાચાર્યના જીવનમાં પણ આવો જ ઉમંગ આવ્યો હતો. શંકરાચાર્યનાં માતા કહેતાં કે મારો છોકરો ભણીગણીને સાહેબ બનશે. વહુ આવશે. હું બાળકોને રમાડીશ. શંકરને કહેતી, “જો બેટા, તું મારું કહેલું નહીં માને તો તું નરકમાં જઈશ.” શંકર કહેતો કે “ભલે, હું નરકમાં જઈશ. સારું કામ કરવા માટે નરકમાં જવું પડે તોય હું જઈશ. મારા સંકલ્પમાં વિઘ્ન નાખી, તારા આત્મા અને પરમાત્માનું કહેલું ન માનીને તું ક્યાં જઈશ ?!!
શંકરાચાર્યે નક્કી કર્યું કે મારી માતાને ગમેતેમ કરીને મનાવી લેવી. એક દિવસ એ નદીમાં દૂર પાણીમાં જતા રહ્યા અને બૂમો પાડવા લાગ્યા કે મગરે મારો પગ પકડયો છે. જો તું મને શંકર ભગવાનનું કામ કરવા જવા દઈશ તો જ મગર મારો પગ છોડશે, નહીં તો એ મને મારી નાંખશે. મરવાનો સમય નજીક આવી રહ્યો છે. માએ બૂમ પાડી કે મારો દીકરો તમારા કામ માટે આપી દઈશ, પણ મારા દીકરાને જીવતો રહેવા દો. માએ વિચાર કર્યો કે મારો બેટો જીવતો તો રહેશે. એટલે માએ કહ્યું, “મને મંજૂર છે મેં તને ભગવાનને સોંપી દીધો.” આ સાંભળતાં જ છલાંગ મારી શંકરાચાર્ય કિનારે આવી ગયા. તેઓ બોલ્યા, “જો મા મને મગરે છોડી દીધો. હવે હું શંકર ભગવાનનો થઈ ગયો.”
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6