75
કર્તવ્ય પ્રધાન છે. ભગવાનની ભક્તિ તેનો જ એક અંશ છે. કોઈ પણ આશ્રમ હોય. તેનું મૂળ તથ્ય તો આ જ છે.
એકવાર યમદૂત અને દેવદૂત મૃતાત્માઓને તેમની જીવનગાથા પૂછીને સ્વર્ગ અને નરકમાં લઈ જતા હતા. તેઓ સંત પાસે ગયા અને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે ભરજુવાનીમાં સંન્યાસી બની જઈને જપ તપ કરવા લાગ્યો હતો. પોતાનાં નાનકડાં બાળકો અને પત્નીને રડતાં કકળતાં મૂકીને તેમને ખવડાવવાની પણ પરવા કર્યા વિના સંન્યાસી બન્યો હતો. એવી હતી તેની ભક્તિ.
સંતનો આવો જવાબ સાંભળીને યમદૂતે સંતને પોતાની કચરાની ગાડીમાં બાંધી અને નરકમાં મોકલી આપ્યો.
ધર્મરાજાએ કહ્યું કર્તવ્યનો ત્યાગ કરીને કોઈપણ પ્રકારની ભક્તિ થઈ શકતી નથી.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6