એક ધનવાન હતો. તે દરરોજ ઘીનો દીવો પ્રગટાવીને મંદિરમાં મૂકી આવતો. એક નિર્ધન માણસ હતો. તે દરરોજ સરસિયા તેલનો દીવો પ્રગટાવીને પોતાની ગલીમાં મૂકી દેતો હતો. તે ગલી ખૂબ અંધારી હતી.
બંને મર્યા પછી યમલોક પહોંચ્યા તો ધનવાનને નિમ્ન સ્થિતિની સુવિધાઓ આપવામાં આવી અને નિર્ધનને ઉચ્ચ કક્ષાની. આ વ્યવસ્થા જોઈને ધનવાને ધર્મરાજાને પૂછ્યું,આવો ભેદ કેમ ? હું તો ભગવાનના મંદિરમાં દીપક પ્રગટાવતો હતો, અને તે પણ ઘીનો.
ધર્મરાજ મલકાયા અને બોલ્યા, પુણ્યોની મહત્તા મૂલ્યોના આધારે નહિ, કર્મની ઉપયોગિતા અને ભાવનાના આધારે હોય છે. મંદિર તો પહેલેથી જ પ્રકાશમાન હતું. તે વ્યક્તિએ એવા સ્થાન પર પ્રકાશ ફેલાવ્યો, જેનો હજારો લોકોએ લાભ ઉઠાવ્યો. તેના દીપકની ઉપયોગિતા વધારે હતી. ”
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6