એક માણસ હનુમાનજીનો ઉપાસક હતો, તે એક વખત બળદગાડું લઈને ક્યાંક જઈ રહ્યો હતો. ગાડું કીચડમાં ફસાઈ ગયું. એટલે તે હનુમાનચાલીસાના પાઠ કરવા લાગ્યો અને ગાડી બહાર કાઢી દેવા પ્રાર્થના કરવા લાગ્યો.
ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક પંડિતજીએ કહ્યું, ‘મિત્ર, હનુમાનજી સંજીવની ઓળખી ના શક્યા ત્યારે આખો પહાડ જ ઉખેડી લાવ્યા હતા. તમે ઓછામાં ઓછું ગાડીને ધક્કો તો મારી જુઓ !” પેલા માણસે થોડા જોરથી ધક્કો મારી જોયો તો ગાડું કાદવમાંથી બહાર નીકળી ગયું.
જ્યાં સુધી માણસ આદર્શોનું પાલન કરવા માટે જાતમહેનત કરતો નથી ત્યાં સુધી મહાપુરુષો કે દેવતાઓ ફળ આપતા નથી. કર્મના સિદ્ધાંતને પણ આ જ નિયમ લાગુ પડે છે. જ્યારે માણસ સ્વયંને બળવાન બનાવે તેમ જ યાચનાભાવ નહીં પરંતુ તેમાં સમર્પણભાવ વધારે ત્યારે જ ઈશ્વર તેને ફળ આપે છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6